Creative common liscence

Creative common liscence
Science Cartoon by Vishal K. Muliya is licensed under a Creative Commons Attribution-NonCommercial 4.0 International License. Based on a work at https://vkmuliya.blogspot.com.

Monday, July 8, 2013

Dear friend,
Here I am putting my first article, I wrote after completion of my journalism studies.
 "કદમ હો જેના અસ્થિર તેને રસ્તા નથી જડતા, અડગ મનના મુસાફરને હિમાલય નથી નડતાં. "
it is published in aidsnewsonline, a magazine published from Rajkot.
Here is the Story:



કદમ હો જેના અસ્થિર તેને રસ્તા નથી જડતા, અડગ મન ના મુસાફર ને હિમાલય નથી નડતાં.
                ૨૧ મે ૨૦૧૩નો  દિવસ આમ સામાન્ય હતો અને માઉન્ટ એવરેસ્ટ તેની સર્વોચ્ચ્તાની છડી પોકારતો અડગ ઉભોજ હતો. બરાબર આઠ દિવસ પછી તેનસિંગ અને હિલેરી એ કરેલા પ્રથમ  આરોહણના સાઇઠ  વર્ષ પૂરા કરવાની ઉજવણીની રાહ જોતાં માઉન્ટ એવરેસ્ટને એક અચાનક ઝટકો આપવાનું કામ ભારતીય ખેલાડી અને પર્વતારોહક  કુમારી અરુણીમાં સિંહાએ કરેલ. ઉત્તર પ્રદેશના આંબેડકર નગરમાં રહેતી અને ઘરમાં સોનુંના હુલામણા નામથી ઓળખાતી અરુણીમાં સિંહાએ કરેલા કાર્યની નોંધ લેવા માટે માત્ર ભારતીય મીડિયામાંજ  ઉત્સાહ હતો એવું નથી પણ બીબીસીથી શરૂ કરી દુનિયા ભરના સ્પોર્ટ્સ મેગેઝીનને પણ રસ હતો કારણ કે અરુણીમાં સિંહાની સફળતા પાછળ એક દર્દનાક કહાની જોડાયેલ હતી.

                વાત એમ બની કે CISFમાં હેડ કોન્સ્ટેબલ તરીકે જોડાયેલ અરુણીમાં આમ તો રાષ્ટ્રીય કક્ષાની વોલીબોલ ખેલાડી હતી. ૧૧ એપ્રિલ ૨૦૧૧ ના રોજ પદ્માવતી એક્સપ્રેસના જનરલ  ડબ્બામાં લખન્નૌથી મુસાફરી શરૂ કરનાર અરુણીમાં CISF ની પરીક્ષા આપવા જતી હતી પણ તેના ભાગ્યમાં  કઇંક જુદુજ લખાયેલ હતું. રાત્રે ૧૨: ૪૦ આસપાસ કેટલાક લૂખ્ખાઓ દ્વારા તેની બેગ અને સોનાની ચેન લૂંટવાનો પ્રયાસ કરવામાં આવ્યો અને બચાવ કરતી અરુણીમાંને લૂખ્ખાઓએ ચાલુ ટ્રેને બહાર ફેંકી દીધી. આ ઘટના ઓછી હોય તો તકલીફમાં ઉમેરો કરવા સામાં પાટે થી બીજી ટ્રેન આવતી હતી. સામે આવતી ટ્રેનથી બચવામાં સફળતા મેળવનાર અરુણીમાં પોતાના પગને બચાવી ના શકી. અપંગ થયેલ અરુણીમાંને કેન્દ્ર સરકાર અને ઉત્તર પ્રદેશની રાજ્ય સરકાર બંને તરફથી આર્થિક મદદ કરવામાં આવી અને સૌથી મહત્વની બાબત તો તેને CISFમાં નોકરી માટે ઉત્તર પ્રદેશના સ્પોર્ટ્સ મિનિસ્ટર ની ભલામણ કરવામાં આવી. રેલ્વે દ્વારા પણ તેને નોકરીની ઓફર, આર્થિક મદદ, કૃત્રિમ પગનું દાન વગેરે જેવી બાબતો આમ તો તેને ઉપયોગી હતી પણ આ બધી મદદ તેની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને કરવામાં આવે છે જે તેને સતત ખટકતી હતી. પોતાની અપંગ અને લાચાર પરિસ્થિતિથી અરુણીમાં ઉબકી ગયેલ અને સતત લોકોની દયામણી વાતોથી ઉબકી જઈ તેણે નક્કી કર્યું કે લોકોને દેખાડી દેવું છે કે માણસનું શરીર અપંગ હોય શકે, મન કે આત્મા નહી. ઓલ ઇંડિયન મેડિકલ ઇન્સ્ટિટ્યૂટમાં સારવાર લેતી વખતે તેણે નક્કી કર્યું કે માઉન્ટ એવરેસ્ટ સર કરવો. તેની નજર ની સામે ક્રિકેટર યુવરાજસિંહનો દાખલો હતોજ કે જે કેન્સરની સામે ઝઝુંમતા હોવા છતાં પણ કઇંક વિશિષ્ઠ કરવા ઝંખતો હતો.

                એક પગ ખોટો હોવા છતાં પણ નેહરૂ ઇન્સ્ટિટ્યૂટ ઓફ માઉન્ટેનિયરિંગ, ઉત્તરકાશીમાં એક્સિલન્ટ ગ્રેડ થી બેઝિક કોર્સ પૂરો  કરી તેને પ્રથમ ભારતીય મહિલા આરોહક બચેન્દ્રિ પાલનો સંપર્ક કર્યો. ટાટા સ્ટીલ એડવેંચર ફાઉન્ડેશન દ્વારા ઉત્તરકાશીમાં ચાલતા કેમ્પમાં આરૂનિમાએ અથાગ મહેનત શરૂ કરી દીધી અને સાથે સાથે તેને બચેન્દ્રિ પાલ પાસે ટ્રેનિંગ લેવા લાગી. 3 માર્ચ ૨૦૧૨ થી જ્યારે તાણીએ ટ્રેનિંગ લેવાનું શરૂ કર્યું ત્યારે  બહુ ઓછા લોકોને વિશ્વાસ હતો કે આ છોકરી કશું કરી શકશે.
                ૧ એપ્રિલ ૨૦૧૩ ના લોકો જયારે એપ્રિલફૂલ માનવતા હોય ત્યારે અરુણીમાંએ માઉન્ટ એવરેસ્ટ આરોહણ ની શરૂઆત કરી અને અપંગતા, અશક્યતા, લાચારી જેવા શબ્દો ને એપ્રિલફૂલ બનાવવાનું શરૂ કર્યું.   હાડકાં થિજવી નાખે તેવી ઠંડી, સુસવાટા મારતો પવન, પાતળી હવા અને એક ખોટો પગ અરુણીમાં ની કસોટી કરવા માટે રાહ જોતાં હતા અને માઉન્ટ એવરેસ્ટને તેના મૂક સાક્ષી બનવું હતું. મિટર માં માપો તો ૮,૮૫૦ અને ફૂટ માં માપીએ તો ૨૯,૦૦૦ નો આંકડો જે હોય તે પણ ત્યાંના વાતાવરણથી શરૂ કરીને પારાવાર મુશ્કેલીઓની ગણતરી કરીએ તો અરુણીમાંના કિસ્સામાં લાખો સલામ ઓછી પડે. બાવન દિવસની સતત ચડાઈ પછી સફેદ બરફની ચાદર પર સોનેરી અક્ષરો થી યશગાથા લખવા નો સમય આવે તે પહેલા ની ઘડીઓ અરુણીમાં માટે ખરેખર દુષ્કર હતી. શરીર માં તાકાત ખૂટી પડશે અને શિખર પર ઑક્સિજન પણ ઓછો હોવા ની ચેતવણી સાથે તેણીના કોચે પરત ફરવા જણાવ્યુ પણ તાકાત કરતાં હિમ્મત નો વિજય થયો. બરાબર એકવીસમી મે ના રોજ સવારે ૧૦:૫૫ મિનિટે શિખર પર પહોચી પ્રથમ ભારતીય અપંગ આરોહક તરીકે નો રેકોર્ડ બનાવ્યો જે એવરેસ્ટ પર દીવાદાંડી સમાન છે. શિખર પર રોમાંચકતા વરણવતા અરુણીમાંએ કહ્યું કે કાશ હું એક ચિત્રકાર હોત તો આ પહાડો ને કેન્વાસ પર અંકિત કરી નાખત. ભારત ની પ્રથમ અપંગ મહિલા પર્વતારોહક બનવાનો નો શ્રેય મેળવનાર અરુણીમાં ની સફળતા ની કિમત શબ્દો માં ટૂંકી પડે છે. અરુણીમાંએ શિખર પર પહોચી જયારે વિજય સ્મિત રેલાવ્યું ત્યારે હજુ વધારે મુશ્કેલીઓ તેની સામે અટ્ટહાસ્ય કરી રહી હતી. એવરેસ્ટ શિખર પર ચડવા કરતાં ઊતરવું અઘરું છે અને તેમાય જ્યારે એક પગ ખોટો હોય. અરુણીમાંએ નીચે આવી જ્યારે અનુભવ વર્ણવ્યો ત્યારે સમય પણ સ્તબ્ધ થઈ ગયો. ઊતરતી વખતે કૃત્રિમ પગ સતત લપટી જતો હતો અને મોજા કાઢવાનો સવાલજ પેદા થતો નહતો કેમકે હિમડંખ નો પૂરેપૂરો ભય હતો. સતત પસીનો અને ઊબડખાબડ ઉતરાણ માં સતત ભય રહેતો મે કૃત્રિમ પગ ક્યાંક છુટ્ટો ન પડી જાય અને તેથીજ ઊતરતી વખતે બેઝ કેમ્પ સુધી તેને ઢસડાવું પણ પડ્યું.
                અરુણીમાંએ પોતાની આ સફળતા એવા લોકો ને સમર્પિત કરે છે જેઓ આશા ગુમાવી બેઠા હોય છે. હાલ માં અરુણીમાંએ ઉત્તર પ્રદેશ ના ઉન્નાવ જિલ્લા માં સ્પોર્ટ્સ એકેડમી માટે જગ્યા ખરીદી લીધી છે અને બાંધકામ ચાલુ થઈ ગયેલ છે. આ સ્પોર્ટ્સ એકેડમી માટે તાણીએ એ બધાજ પૈસા વાપર્યા છે જે આજ સુધી લોકોએ તેની તરફ દયામણી નજર રાખી અને દાન માં આપેલ પણ હવે તે પૈસા નો ઉપયોગ અરુણીમાં અપંગ અને ગરીબ બાળકો ને રમત ગમત માં વિકાસ કરે તેના માટે વાપરશે. ગૃહ મંત્રાલય ના નિર્ણય મુજબ અરુણીમાં હવે માત્ર કૉન્સ્ટેબલ નહીં પણ ઓફિસર તરીકે CISF માં  ફરજ બજાવશે એ તો સામાન્ય બાબત હશે પણ અપંગ અને ગરીબ બાળકો માટે જબરદસ્ત આશા નું કિરણ બની રહેશે તે અસમાન્ય છે અને રહેશે.


Friday, May 10, 2013

Recently I had two lectures for GSBTM workshop at Virani College.
Following PPTs are of the same
https://docs.google.com/file/d/0B_CLZ7Ognq78d1JFMkJGV3NrZU0/edit?usp=sharing

Sunday, March 17, 2013

Science Club of Christ College, Rajkot celebrated Science Day on 28 Feb 2013 to pay tribute to renowned Scientist  Sir C. V. Raman by organizing SCIENCE QUIZ COMPETITION 2013. One can go through the PPTs of different rounds

Science Quiz Round one of MCQ 2013

Science Quiz Round two 2013

Science Quiz Round Three of Jumble Words 2013

Science Quiz Round Three of Race 2013

Kindly go through it and give feedback

Thanks