પ્રકાશની મદદ થી દુખાવો દૂર કરવાનો પ્રયાસ
સેંટ લુઈસમાં આવેલ વોશિંગ્ટન યુનિવર્સિટિની સ્કૂલ ઓફ મેડિસિનના વૈજ્ઞાનિક માઈકલ બ્રુચાસ અને તેની ટીમ દ્વારા 30 એપ્રિલ ૨૦૧૫ ના રોજ ન્યુરોન જર્નલમાં એક સંશોધનપત્ર પ્રકાશિત કરવામાં આવેલ છે જેમાં લાઇટની મદદથી દુખાવો દૂર થઈ શકે તેવું સાબિત કરવામાં આવ્યું છે. ઓપ્ટોજેનેટિક્સ નામની ટેક્નિકની મદદથી ચેતાતંત્ર અને ખાસ કરીને દુખાવાના સિંગનલનું નિયમન કરી શકાય છે. આ સંશોધન પર થી કહી શકાય કે ભવિષ્યમાં શરીરનો દુખાવો દૂર કરવા માટે ગોળી નહીં પણ લાઇટનો ઉપયોગ થશે.
No comments :
Post a Comment